માંડવી ખાતે પ્રાંત અધિકારી દ્વારા અપાઈ વીવીપેટની તાલીમ

ભુજ : કચ્છમાં યોજાનાર વિધાનસભાન સભા ચૂંટણી જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ ચૂંટણી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જેમાં ઈવીએમ વીવીપેટ મશીન સહિતની તૈયારીઓ વહીવટીતંત્રએ હાથ ધરી છે. ચૂંટણી માટે ફરજ પરના સ્ટાફ સહિતના અધિકારીઓને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. માંડવી ખાતે માંડવી- મુંદરાના પ્રાંત અધિકારી અવિનાશ વસતાની દ્વારા અધિકારીઓને માર્ગદર્શન
અપાયું હતુ. ચૂંટણી ફરજ પરના સ્ટાફ ઉપરાંત વહીવટી અધિકારી કર્મચારીઓને વીવીપેટ અંગેની સમજણ આપવામાં આવી હતી. આ સાથે જ મતદારોને પણ મતદાન કરતી વખતે  વીવીપેટ મશીન કઈ રીતે મદદ રૂપ થઈ શકશે. તેનું માર્ગદર્શન
અપાયું હતુ.