માંડવી આશ્રમમાં બનેલ બનાવના વિરોધમાં જૈન સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર

માંડવી : માંડવી શહેરની નજીક માંડવી-ભુજ રોડ ઉપર સ્થત મેઘજી સેજપાલ જૈન આશ્રમમાં આશ્રીત પ્રજ્ઞાચક્ષુ મહિલા પર કોઈ નરાધમ દ્વારા દૃષ કૃત્ય આચરાયું હતું જે ઘટનાને સમસ્ત માંડવી જૈન સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમજ આરોપીને તુરંત જ પકડી પાડી તેની સામે સખત કાર્યવાહી કરવા માંડવી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવાયું હતું.
આવેદનપત્ર વેળાએ શ્રી વિશા શ્રીમાળી ઓશવાળ જૈન ગુર્જર જ્ઞાતિ તેમજ માંડવી શહેર જૈન ધર્મ સંઘોના તમામ પ્રમુખશ્રીઓએ જૈન આશ્રમાં આશ્રીત એક પ્રજ્ઞાચક્ષુ મહિલા પર થયેલ દૃષ કૃત્યની ઘટનાને કલંક સમાન ગણાવી નરાધમને તુરંત જ શોધીને કડક કાર્યવાહી કરાય તેવું ઉગ્ર રોષ સાથે આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે.
આવેદન પત્ર રજુ કરવા માટે માંડવી શહેર જૈન ગુર્જર બે જ્ઞાતિનાઓના તમામ પ્રમુખશ્રીઓ, જૈન સમાજના અગ્રણી જયકુમાર સંઘવી, માંડવી નગર સેવા સદનના નગર સેવક મહેલ શાહ, પારસ સંઘવી સહિત અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતાં.