માંડવીમાં સતાપક્ષ ભ્રષ્ટાચારમાં ગળાડુબ

માંડવીઃ સતાપક્ષેનો ભ્રષ્ટાચાર માંડવી શહેરના રસ્તા બેહાલ અને પોતાના વોર્ડમાં ઈન્ટરલોકના કામ અને ખાનગીવાળામાં ઈન્ટરલોકના કામ માંડવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતા પક્ષ દ્વારા ભ્રષ્ટાચારમાં ફાવે તેવી મનમાની ચલાવી રહ્યા છે. માંડવી શહેરમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામો તેમની મીઠી નઝર હેઠળ ચાલે છે. કે પછી આંખ આડે હાથ કરી રહ્યા છે. શું સતાપક્ષને આવા ચાલતા બાંધકામો દેખાતા નથી? માંડવી શહેરમાં પાણીની સમસ્યા, કચરાના ઢગલા, ગટરની સમસ્યા, શું સતા પક્ષોને દેખાતી નથી? કે પછી ચૂંટાઈ ને આવીને ખાલી પોતાના વોર્ડનું કામ અને અમારું કામ થવું જાઈએ એવું આ માંડવી શહેરમાં લાગે છે. શહેરમાં એલ.ઈ.ડી.ભ્રષ્ટાચાર! ૪૦ લાખની એલઈડી આવી ૧૧પ૦ નંગ જે એલઈડી ચાલુ થાય છે ને ર દિવસ પછી ઉડી જાય છે તે સાથે એલઈડીનું મટીરીયલ લો કવોલીટીનું વાપરી રહ્યા છે તો આનાપાછળ કેટલો ભ્રષ્ટાચાર થયો હશે અને સતાધિશો ખાલીને ખાલી પોતાના વોર્ડનોજ કામ કરે છે જાણે માંડવી શહેરમાં બિજા કોઈ વોર્ડજ નથી. પાછલા ૬ મહિનાથી લેખિતમાં આપ્યા છતાં બિજા કોઈ વોર્ડમાં લગાડવામાં આવતી નથી સતા પક્ષના ખાલીને ખાલી પોતાના પેટના ખાડા પુરે છે બાકી આમ પ્રજાના હીત માટે કામ કરવા ઈચ્છતા નથી તેમ ઘાંચી અલીમામદ રમઝાનની યાદીમાં જણાવાયું છે.