માંડવીમાં વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી

માંડવી : શહેરમાં આવેલ જીઈબી કોલોની ટાઉનસીપમાં રહેતી વૃદ્ધા તથા તેના પરિવારજનોને મારમારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સીતાબેન છોટુભાઈ ચૌધરી (ઉ.વ.૬૮) (રહે. મૂળ તાપી હાલે માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે સાંજે પોણા સાત વાગ્યે તેણી પોતાના ઘરે હતી ત્યારે નિતીલાબેન સુધીરભાઈ ચૌધરી, હર્ષદભાઈ દિનેશભાઈ ચૌધરી, નુનાબેન દિનેશભાઈ ચૌધરી, ટીનાબેન તથા હર્ષદના ત્રણ મિત્રો આવેલ તેણી તથા દિકરા સુધીર તથા તેણીના પતિ અને દિકરી પ્રજ્ઞાબેનને ગાળો આપી લોખંડના પંચ વડે તથા હાથો વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માંડવી પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી હેડ કોન્સટેબલ સિધ્ધરાજસિંહ ઝાલાએ તપાસ હાથ ધરેલ છે.