માંડવીમાં વૃદ્ધનો આપઘાત

માંડવી : શહેરના ભૂતડાવાડીમાં રહેતા વૃદ્ધે ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.
માંડવી પોલીસ મથકના તપાસનીશ હેડ કોન્સટેબલ સિદ્ધરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર ભૂતડાવાડીમાં રહેતા નવિનભાઈ વ્રજલાલ શાહ (ઉ.વ.૭૪)નું રાત્રીના સવા બાદ વાગ્યે માંડવીની હર્ષ મેડિકલમાં સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું. લાંબી બીમારીથી કંટાળી જઈ હતભાગીએ ગત તા.ર૦/૬/૧૮ના ઝેરી દવા પી લેતા સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા. સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તેઓએ લાશનું પીએમ કરાવડાવી તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. હતભાગીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.