માંડવીમાં વિશાળ શોભાયાત્રા સાથે ધણી માતંગ દેવની ૧ર૬પમી જન્મજયંતીની કરાઈ ઉત્સાહભેર ઉજવણી

માંડવી મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની જન્મજયંતીની ઉજવણી રૂપે ભવ્ય શોભાયાત્રા : રર માદ્યસ્નાન વ્રતધારીઓના સન્માન : બારમતીપંથ ઠાઠ તથા સમૂહ મહાપ્રસાદ જેવા પ્રસંગો ઉજવાયા

માંડવી : બંદરીય નગરી માંડવીમાં મહેશ્વરી સમાજ દ્વારા સમાજના ઈષ્ટદેવ પ.પૂ. ધણીમાતંગ દેવની ૧ર૬પમી પાવનકારી જન્મજયંતીની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવેલ હતી. જેમાં શહેરના મુખ્યમાર્ગો પર ભવ્ય અને ઐતિહાસીક વિશાળ શોભાયાત્રા નિકળી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી નિકળેલી વિશાળ શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાને ધર્મગુરૂ પીર સાહેબ નારાણ દેવ લાલણે સ્ટાર્ટ આપ્યો હતો. આ શોભાયાત્રામાં રર જેટલા માદ્યસ્નાની વ્રતધારી ભાઈઓ પણ જોડાયા હતા. શોભાયાત્રાના અંતે સમાજ દ્વારા તમામ વ્રતધારી ભાઈઓનો બહુમાન કરવામાં આવેલ બાદ ધર્મગુરૂ પીર સાહેબ નારાણદેવ લાલણે તમામને પોતાના આશિર્વચન પાઠવેલ હતા. આ શોભાયાત્રામાં પ્રમુખ દિપકભાઈ ફુફલ, વિનોદભાઈ ચુંયા, ભોજરાજભાઈ મતિયા, નારાણભાઈ ધોરિયા, બિપિનભાઈ થારૂ, વિનુભાઈ પારિયા, ધર્મગુરૂ હિરજીભાઈ માતંગ, મુરજીભાઈ ધોરિયા, લાખાભાઈ માતંગ, અગ્રણીઓમાં હરેશભાઈ વાડા, લક્ષ્મીચંદભાઈ ફુફલ, કાનજીભાઈ સીરોખા, બાલુભાઈ સીજુ, હરશીભાઈ ચંઢારિયા તથા મહેશ્વરી સમાજ મહિલા મંડળ , સમાજના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો વગેરેનો સાથ સહકાર રહ્યો હતો. આ શોભાયાત્રામાં સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.