માંડવીમાં વિદ્યાર્થિનીની બિભત્સ ક્લીપ બનાવનાર સુત્રધારની ધરપકડ

માંડવી : શહેરમાં રહેતી અને દસમાં ધોરણમાં ભણતી સગીર કન્યાની ક્લિપીંગ ઉતારવા સાથે કરાયેલી જાતીય સતામણી સંદર્ભે ત્રણ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પોલીસે સુત્રધારને ઝડપી પાડી પૂછતાછ હાથ ધરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી સગીર કન્યા માંડવી ખાતે ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા ઈકબાલ ચાકીના ટ્યુશન કલાસમાં ટ્યુશને આવતી હતી ત્યારે તેની સાથે સંપર્ક સાધી શરીર સંબંધ બાધવા માટે સગીરાની વીડિયો ક્લિપીંગ ઉતારી ઈકબાલ તથા તેના સાગરીતો સાથે મળીને વીડિયો ક્લીપ વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર બિભત્સ માંગણી કરતા તેનાથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવતા પોલીસે આરોપીઓ ઈકબાલ ચાકી, સાજીદ મેમણ તથા અન્ય એક સહિત ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી પીઆઈ એમ.આર. ગામેતીએ તપાસ હાથ ધરી હતી. તપાસનીશે આ કેસના મુખ્ય સુત્રધાર અને ખાનગી ટ્યુશન ચલાવતા ઈકબાલ અબ્દુલ્લ ફકીરમામદ ચાકી (ઉ.વ.ર૧) (રહે. કલવાણ રોડ માંડવી)ની ધરપકડ કરી હતી.
આરોપી સાથેના સહ આરોપીઓને ઝડપી પાડવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આવતીકાલે બપોરના ત્રણ વાગ્યા સુધી બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.