માંડવીમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનારા આચાર્યની ધરપકડ

ધ્રબુડીમાં યુવતીને મરવા મજબુર કરનાર ચાર પૈકી એક શખ્સની અટકાયત

 

માંડવી : શહેરમાં રહેતી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી તથા ગુંદીયાળીમાં રહેતી યુવતીને મરવા મજબુર કરનાર ચાર શખ્સો પૈકી એકની પોલીસે અટકાયત કરી લીધી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભુજ હાલે માંડવી રહેતી ૩ર વર્ષિય યુવતી ઉપર માપર પ્રાથમિક શાળાના આચાર્ય દેવશી સૌદરવાએ છેલ્લા એક વર્ષ સુધી સતત અવારનવાર દુષ્કર્મ આચરી અશ્લિલ વીડિયો કલીપ ઉતારી મીડિયામાં વાયરલ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા માંડવી પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી આરોપીની પીએસઆઈ વી.એચ. ઝાલાએ ધરપકડ કરી લીધી હતી. તો ગુંદીયાળી ગામે રહેતી શ્રદ્ધાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૧૯)ને આત્મહત્યા કરવા મજબુર કરતા ઝેરી દવા પીવાથી મોત થતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે મહેન્દ્ર દેવરાજ ગઢવીની ધરપકડ કરી લીધી હતી. બન્નેને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું.