માંડવીમાં મહિલા જુગાર કલબ પકડાઈ

માંડવી : શહેરના વલ્લભનગર મીર ફળિયામાં રમાતી જુગાર પર પોલીસે છાપો મારી ૧૧ મહિલાઓને ૬૦૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જયાબેન બાબુલાલ ખારવા, ભગવતીબેન ઉર્ફે રેખાબેન રમેશ સોની, ચંદ્રીકાબેન મંગલ ફોફિંડી (ખારવા), જયોતિબેન ગોકુલ ચાવડા, વનિતાબા રતનસિંહ જાડેજા, શાંતિબેન નારણ સોલંકી, ભાવનાબેન બાબુલાલ તલવારીયા (ખારવા), હર્ષિદાબેન સંજય ખત્રી, જયશ્રીબેન પ્રભુદાસ સાધુ, સારૂબાઈ આમદ સમા, મેઘબાઈ કનૈયા ગઢવીને માંડવી પોલીસે છાપો મારી રોકડા રૂા. રપ૪૦ તથા પાંચ મોબાઈલ મળી ૬૦૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જામીન ઉપર મુક્ત કરી દીધી હતી.