માંડવીમાં નજીવી બાબતે હુમલો

માંડવી : શહેરના મારવાડીવાસમાં રસ્તા ઉપર વાહનો ન રાખવા ઠપકો આપતા જતા મામલો બિચક્યો હતો. છ ઈસમોએ લોખંડના પાઈપ – ધોકા વડે માર મારી દંપતી સહિત ત્રણ વ્યક્તિ અને ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રામજી મુળજી સોલંકી (ઉ.વ.૩ર) (રહે. મારવાડીવાસ, માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે તેઓની પાડોશમાં રહેતા રાજેશ રામા મારવાડી, શિવજી રામા મારવાડી, રામા ધના મારવાડી તેઓના ઘર પાસે વાહનો પાર્ક કરતા હોઈ તેઓ ઠપકો આપવા ગયેલ ત્યારે ત્રણેય શખ્સોએ ગાળો આપી લોખંડના પાઈપ – ધોકા વડે તેઓને માર મારતા તેઓને છોડાવવા વચ્ચે પડેલા ચમન રૂપા રાઠોડ તથા તેમના પત્નીને પણ આરોપીઓના સાગરિતો વનજી રામજી સોલંકી, ભરત રામજી સોલંકી, ભગવાન રામજી સોલંકીએ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડતા માંડવી પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધી સહાયક ફોજદાર પેથાભાઈ સોધમે તપાસ હાથ ધરી હતી.