માંડવીમાં દુકાનદાર પર બે રેકડીધારકનો ખૂની હુમલો

ભીડચોકમાં ઉભતા રેકડી ધારકોને દુકાન પાસે પાણી ઢોળવાની ના પાડતા બે શખ્સોએ પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી : ઘવાયેલો દુકાનદાર સારવાર હેઠળ

માંડવી : શહેરના ભીડચોકમાં દુકાન પાસે પાણી ઢોળવાની નાપાડતા દુકાનદાર ઉપર બે શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરી મહાવ્યથાની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હુશેનભાઈ ગનીભાઈ ધાંચી (ઉ.વ.૩પ)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ ભીડચોકમાં માંડવી ફાસફુટ નામની દુકાન ધરાવે છે. ચોકમાં ઉભતા રેકડી ધારકો ફૈજલ ભટ્ટી તથા ફરહાન ભટ્ટીએ તેઓની દુકાનની બાજુમાં પાણી ઢોળતા તેઓ તેમને ઠપકો આપવા જતા બન્ને શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી લોખંડના પાઈપ વડે તેઓના માથાના ભાગે મારમારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાતા માંડવી પોલીસે બન્ને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩ર૬, ૧૧૪ તથા જીપીએકટ ૧૩પ હેઠળ ગુન્હો નોંધી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા હેડ કોન્સટેબલ દામજીભાઈ કન્નરે ચક્રો ગતિમાન કરેલ છે.