માંડવીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ૮ લાખની ઠગાઈ

માંડવી : ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલ મગફળીમાં પ૭.૯૬ લાખની છેતરપીંડી કરતા ત્રણ શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હેમંતકુમાર ભીખુભાઈ નાયકની ફરિયાદને ટાંકીને પોલીે વિગતો આપતા જણાવેલ કે તેઓ ગુજપ્રોના બોર્ડ સભ્ય છે. ટેકાના ભાવે મગફળી તથા અન્ય ખેતપેદાશોની કિસાનો પાસેથી ખરીદી કરતા નાફેડ દ્વારા નિમાયેલી ગુજપ્રો કંપની સાથે માંડવીના રૂકમાવતી રૂરલ એગ્રો પ્રોડ્યુસ કંપનીના મુખ્ય કારોબારી અધિકારી નાગલપર, માંડવીના કાન્તીભાઈ રતિલાલ રાબડિયા અને ટેકાના ભાવે ખરીદી ઉપર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરાયેલા ધર્મેશ વિશાવલિયા અને પંડ્યા તરીકે ઓળખાયેલા શખ્સ સામે વધુ બોરીઓ બતાવીને પ૭.૯૬ લાખની છેતરપીંડી કરતા તેમના સામે માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. ગુજપ્રો દ્વારા માંડવી ખાતે રૂકમાવતી રૂરલ એગ્રોને ટેકાના ભાવે મગફળી ખરીદવા અને આ સમગ્ર કાર્યવાહી માટે ધર્મેશ વિશાવલિયા સાથે ઓકટોબર ર૦૧૭માં કરાર કરાયા હતા. જે પછી કરાયેલી ખરીદીના મોકલાયેલા કાગળો અને બિલોના આધારે ગુજપ્રોએ નાફેડને રૂા.૧૬.૪પ કરોડ આપવા માટેનો પત્ર પણ પાઠવ્યો હતો અને પુરેપુરી રમક ચૂકવાઈ પણ ગઈ હતી. કાગળીયાની કાર્યવાહી અને ચકાસણી દરમ્યાન બે પહોંચ ખોટી હોવાનું જણાયું હતું અને આ ખોટી પહોચ થકી રૂા.પ૭.૯૬ લાખનું ચૂંકવણું થઈ ગયાનું સપાટી ઉપર આવ્યું હતું. તપાસમાં એવું પણ સપાટી ઉપર આવેલ કે આવેલી મગફળીની બોરીઓની સંખ્યામાં છેકછાક કરી વધારે બોરીઓની આવક બતાવી સરકાર સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરતા માંડવી પોલીસે ગુન્હો નોંધી પીઆઈ એમ.આર. ગામેતીએ તપાસ હાથ ધરી હતી.