માંડવીમાં કારમાં શરાબમાં મહેફીલ માણતા ત્રણ નબીરા ઝડપાયા

માંડવી : શહેરના મસ્કા ચાર રસ્તા પાસે કારમાં શરાબની મહેફીલ માણતા માંડવીના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત્રીના સ્વીફટ કારમાં શરાબની મહેફીલ માણતા કરણ નારણ ચૌહાણ (રહે. બાબાવાડી માંડવી), સુમીત રમેશ જાડેજા (ઉ.વ.ર૧) તથા સંજયસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.ર૩) (રહે. બન્ને માંડવી)ને માંડવી મરીનના હેડ કોન્સટેબલ શક્તિદાન ગઢવીએ ઝડપી પાડ્યા હતા. કરણ ચૌહાણ નશા તળે કાર ચલાવતો હોઈ તેના સામે ૧૮પ હેઠળ જ્યારે અન્ય બે સામે કેફીપીણાના કેસો નોંધી ધરપકડ કરેલાનું પીએસઓ દિલાવરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.