માંડવીમાં એસિડ હુમલોઃ પિતા-પુત્ર દાઝયા

મેમણ શેરીમાં ઘર પાછળ કાર પાર્ક કરવા મુદ્દે મામલો બિચકયો : સામ સામે નોંધાઈ ફોજદારી

 

માંડવી : શહેરમાં આવેલી મેમણ શેરીમાં ઘર પાછળ કાર પાર્ક કરવા મુદ્દે પિતા- પુત્ર પર એસિડ હુમલો કરાતા બન્ને પિતા- પુત્ર દાઝયા હતા, તો એસિડ ફેંકનારને ધોકા વડે માર મારતા બન્ને પક્ષે સામસામે ફોજદારી નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કમલેશભાઈ મહેન્દ્રભાઈ જોષી (ઉ.વ. ૪૭) (રહે મેમણ શેરી, માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતાં જણાવેલ કે, એસિડ હુમલાનો બનાવ ગત રાત્રિના દસ વાગ્યે બનવા પામ્યો હતો. તેઓ પોતાની અલ્ટો કારને મેમણ શેરીમાં રહેતા હિતેશ સોનીના ઘર પાછળ પાર્ક કરવા ગયેલા ત્યારે આરોપી હિતેશ અરવિંદ સોનીએ ઘરની બારીમાં કહેલ કે, ઘર પાછળ ગાડી પાર્ક નહીં કરવાનું જણાવી ગાળો આપી પ્લાસ્ટિકના ડબલામાં એસિડ લઈ આવી તેઓ તથા તેમના દીકરા મીત જોષી ઉપર ફેંકતા બન્ને પિતા- પુત્ર દાઝયા હતા. પોલીસે આરોપી સામે આઈપીસી કલમ પ૦૪, ૩ર૬ હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે હિતેશ અરવિંદ કોંઢિયા (સોની) (ઉ.વ. પર)એ કમલેશ મહેન્દ્ર જોષી તથા તેના દીકરા મીત જોષી
સામે પ્રતિ ફરિયાદ નોંધાવી હતી, તેઓ આરોપી કમલેશ જોષીને પોતાના ઘર પાછળ કાર પાર્ક નહીં કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી લાકડી વડે માથાના ભાગે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તથા આરોપી મિત જોષીએ તેઓને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪, જીપીએક્ટ ૧૩પ હેઠળ ગુનો નોંધ્યો હતો.