માંડવીમાંથી રપ હજારનો વિદેશી શરાબ ઝડપાયો

જથ્થો આપનાર ભુજના કુખ્યાત બુટલેગર સહિત બે શખ્સોના ખુલ્યા નામ

 

માંડવી : શહેરના માંડલિયા શેરીમાં એક મકાનમાં પોલીસે બાતમી આધારે છાપો મારી રપ,૬૦૦ની કિંમતની ૬૪ બોટલ શરાબ સહિત ર૭૬૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી હવાલાતમાં ધકેલી દીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની સૂચનાથી માંડવી પીઆઈ એમ.આર. ગામેતી તથા પીએસઆઈ વી.એચ. ઝાલા સાથે સ્ટાફના સિધ્ધરાજસિંહ ઝાલા, ઉદીત રાજગોર, મુળરાજ ગઢવી વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સટેબલ સિધ્ધરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે માંડલિયા શેરીમાં રહેતા રાહુલ કરકશી વેદ (ભાટિયા) (ઉ.વ.૩૮)ના મકાનમાં છાપો મારી જુદા જુદા બ્રાન્ડની ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૬૪ કિં.રૂા. રપ૬૦૦ તથા એક મોબાઈલ કિં.રૂા.ર૦૦૦ એમ કુલ્લ ર૭૬૦૦નો મુદ્દામાલ મળી આવતા આરોપીની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો કયાંથી મેળવેલ તે બાબતે પૂછતા જયનગર ભુજ રહેતા નવજોત રાજગોર તથા નાની ખાખરના સરહદેવસિંહ જાડેજા પાસેથી લાવી વેચાણ માટે રાખેલાની કેફીયત આપતા ત્રણેય સામે ગુન્હો નોધી જથ્થો આપનાર શખ્સોને પકડી પાડવા પકડાયેલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પીએસઓ મોહનભાઈ ગઢવીએ જણાવ્યું હતું.