માંડવીમાંથી યુવાન લાપતા

માંડવી : શહેરમાં રહેતો યુવાન ગૂમ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવી શહેરમાં ડોકટર કોઠારીના દવાખાના પાસે રહેતા પરેશભાઈ રતિલાલ ઝાલા (ઉ.વ. ૪૪) ગત તા. રપ-૧૦-૧૭થી ૩-૧૧-૧૭ દરમ્યાન બાડા ખાતે વિપસ્ય કેન્દ્રમાં જવાનું કહી ગયેલ જે આજદિન સુધી પરત નહીં આવતા અને કયાંક ગૂમ થઈ જતા સગા સબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પત્તો ન મળતાં માંડવી પોલીસે પરેશના પત્ની કિંજલબેનની જાહેરાત પરથી ગૂમ થયાની નોંધ કરી સહાયક ફોજદાર ભુરાભાઈ વલવાઈએે તપાસ હાથ ધરી હતી.