માંડવીમાંથી બાઈક ચોરાઈ

માંડવી : શહેરમાં આવેલ નવાપુરા કાઠી ચોકમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત્‌ વિગતો મુજબ ગત તા. પ-૬/ર-૧૮ના રાત્રી દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ ટીવીએસ કંપનીનું યુટીટર મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.એન. ર૬૪૮ કિ.રૂા. ર૦ હજારને કોઈ ચોર ચોરી જતા માંડવી પોલીસે બાઈક માલિક જેનબ અલી અસગર નજમુદીન વોરાની ફરિયાદ પરથી ગુનો નોંધી સહાયક ફોજદાર ભુરાભાઈ વલવાઈએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ જેન્તીભાઈ ચૌહાણે જણાવ્યું હતું.