માંડવીમાંથી પરિણીતા પલાયન

માંડવી : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી પરિણીતા કયાંક ચાલી જતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ અબ્દ્રેમાન ભટ્ટીની ર૮ વર્ષિય પત્ની તા.૪/૧ર/૧૭ના અગિયાર વાગ્યે ઘરે કોઈને કહ્યા વગર કયાંક ચાલી ગઈ હતી. સગા-સંબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પતો ન મળતા ગૂમ થનાર મહિલાના સસરા અબ્દ્રેમાન ઈબ્રાહીમ ભટ્ટી (ઉ.વ.૬૩) (રહે. માંડવી) પોલીસને જાણ કરતા ગૂમ નોંધ નોંધી સહાયક ફોજદાર ભૂરાભાઈ વલવાઈએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ પ્રફુલ્લસિંહ જાડેજાએ જણાવ્યું હતું.