માંડવીની લાકડા બજારમાં પતિ- પત્નિએ સામ સામે નોંધાવી ફરિયાદ

પતિએ બીજા લગ્ન કરી લીધાના મનદુઃખે તેની પત્નિ સહિતના આરોપીઓએ મારામારી કર્યાનો આરોપ : પત્નિએ પતિ વિરૂદ્ધ ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબ ગુનો નોંધાવ્યો ગુનો

માંડવી : શહેરની લાકડા બજારમાં બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં મારામારી અને ઘરમાં તોડફોડ સહિતની ઘટનાઓ બની હતી. બનાવને પગલે પતિ – પત્નિએ માંડવી પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સીમા મુનીર અહેમદ મામદ ગજણે તેના પતિ મુનીર અહેમદ ગજણ, નાજમીન સદામ ગજણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદી સાથે ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ફરિયાદીના ઘરની બારીના કાચ અને ટ્યુબલાઈટ તોડી પાડયા હતા. બનાવને પગલે માંડવી પોલીસે ગુનો નોંધ્યો હતો. જયારે સામા પક્ષે મુનીર અહેમદ મામદ ગજણે આરોપી સુમેર કાદર ઉઠાર, અસલામ અનવર ઉઠાર, સલમા હનીફ ઉઠાર અને સીમા મુનીર અહેમદ ગજણ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદીએ બીજા લગ્ન કરી લીધા હોવાથી આરોપીઓએ તેનું મનદુઃખ રાખીને ફરિયાદી અને તેના બીજા નંબરની પત્નિ નાઝીયાને ધકબુશટનો માર મારી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે માંડવી પોલીસે સામ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.