માંડવીના હાલાપરને મળ્યા નવા સુકાની : પ્રેમજીભાઈનો વિજય

ભુજ : તાજેતરમા જ ગ્રામ પચાયતોની સંપન્ન થયેલી ચુંટણીમા આજ રોજ પરીણામો જાહેર થવા પામી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના હાલાપર ગામને પણ આજ રોજ નવા સુકાની મળી જવા પામી ગયા છે. અહી ચાર ઉમેદવારો મેદાનમા હતા. જેમા ખીમરાજ જેઠા ગઢવીને ૦૭, પરેશ શીવરાજ ગઢવીને ૧૦ર, પ્રેમજી સવા પારાઘીને ર૪પ તથા શીવરાજ પચાણ ગઢવીને ૦પ અને એક નોટા મત પડયો હતો. આજ રોજ હાથ ધરાયેલી મણગણતરી બાદ પ્રેમજીભાઈ સવાભાઈ પારાઘી વિજયી જાહેર કરવામા આવ્યા હતા તેઓને સૌ ઉપસ્થિતીઓ વધાવી લીધા હતા.