માંડવીના રમણીય દરિયાકાંઠે આપણી નવરાત્રી મહોત્સવમાં  ૧૧ર સંસ્થાઓ અને ૧૯પ૦ કલાકારો મંચને ગજાવશે

માંડવીની આપણી નવરાત્રીમાં નિષ્કામ અને કોઈ પણ જાતના બેનર વિના નિસ્વાર્થ ભાવે સેવા કરતા મુકસેવકોનું બહુમાન કરાશે : સ્પર્ધા કે પ્રવેશ ફી વિનાની ગરબીમાં ર૧થી ૩૦ સપ્ટેમ્બર દરિયાકાંઠે મફત પ્રવેશ : પૂરપ્રકોપગ્રસ્ત સાંતલપુર તાલુકાના વૌવા ગામની આદર્શ શાળાએ પણ સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લીધેલ છે

 

માંડવી : શહેરના રમણીય વિન્ડફાર્મ બીચ સમીપે તા. ર૧થી ૩૦ સુધી આપણી નવરાત્રીમાં કચ્છભરમાંથી ૧૯પ૦ વિદ્યાર્થીઓમાં ૧૧ર કલાગ્રુપો જાડાશે આ ઉત્સવમાં કોઈ ફી કે સ્પર્ધા વિના તમામને પ્રોત્સાહિત કરવામાં આવશે તેવી માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલ આઠ વર્ષ પહેલા શરૂ કરાયેલ આપણી નવરાત્રીનો સાગરકાંઠે ર૧મીથી ભવ્ય શુભારંભ કરાશે. આયોજક સમિતિના દેવાંગ અનંતરાય દવેએ આજરોજ શેઠ ખી.રા. કન્યા વિદ્યાલય પરિસરમાં પત્રકારોને સંબોધતા જણાવેલ કે, આ વખતે વિશિષ્ટતામાં તાજેતરમાં જ પુર પ્રકોપનો ભોગ બનેલા સાંતલપુર તાલુકાના વૌવા ગામની આદર્શન શાળા પણ પોતાની કૃતિ રજૂ કરશે. તેમજ સમિતિના ભરતભાઈ વેદ, ગોવધનભાઈ પટેલ (કવિભાઈ), વસંતબેન સાયલ, મુલેશભાઈ દોશીએ વધુમાં માહિતી આપતા આરંભમાં ભારતમાતાની તસવીર સામે સમુહ આરતી, કુમારિકાઓનું મંત્રોચ્ચાર સાથે પૂજન બાદ વિશાળ મંચ ઉપર કલા ગ્રુપો, મહિલા મંડળો, સામાજિક સંસ્થાઓ દ્વારા કલાઓ પ્રદર્શિત થશે. ર૧મી ૩૦ સપ્ટેમ્બર રોજ રાત્રે ૯થી ૧૧ દરમ્યાન નવરાત્રી ઉત્સવ, રાષ્ટ્રગાન પરંપરા સાથે સંસ્કારોનું સંપૂર્ણ જતન થશે. રોજ રાત્રે કલાક્ષેત્રે ભાગ લેનાર તમામનું રોકડ રકમ વડે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ આ વખતે મંચ પર માનસિક વિકલાંગ બાળકો પણ પોતાની કલા રજૂ કરશે. તેમજ સમગ્ર આયોજન અંતર્ગત નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની સંસ્થા કે બેનર વિના સેવા કરતા મુકસેવકોનું આ સ્થળેથી વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે.