માંડવીના મસ્કામાં પરિણીતાને વીજશોક લાગતા મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)માંડવી : તાલુકાના મસ્કા ગામે શીવનગરમાં રહેતી ૩ર વર્ષિય પરિણીતાને વીજશોક લાગતા મોત નિપજયું હતું. બનાવને પગલે માંડવી પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થતા તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસ મથકે નયનાબેન વિશ્રામભાઈ નાથાભાઈ ચાવડાએ નોંધાવેલી વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ૩ર વર્ષિય આશાબેન જયેશભાઈ ચાવડાને વીજશોક લાગતા મોત નિપજયું હતું. પોલીસમાં અપાયેલી કેફિયત મુજબ હતભાગી મહિલા પોતાના ઘરમાં પાણીના ટાંકાની મોટરનું બટન ચાલુ કરવા જતા વીજ
કરંટ લાગ્યો હતો, જેના કારણે હતભાગીનું મોત નિપજયું હતું. મૃતક મહિલા મસ્કાના શીવનગરમાં પોતાના સાસુથી અલગ રહે છે અને લગ્નગાળો બે વર્ષનો હોવાનું પોલીસ સુત્રોએ ઉમેર્યું હતું. ઘટનાને પગલે માંડવી પોલીસ મથકે અકસ્માત મોતનો બનાવ દર્જ થતા ભુજ વિભાગના ના.પો.અધિક્ષક જે. એન. પંચાલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.