માંડવીના મકડામાં સફેદ પથ્થરનું થતું ગેરકાયદેસર ઉત્ખન્ન ઝડપાયું

માંડવી : તાલુકાના મકડા ગામે વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરનું ઉત્ખન્ન કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીને આધારે દરોડો પાડીને ૮પ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મકડા ગામે રહેતા રતનશી ધનજી મહેશ્વરી ગામમાં આવેલ કારીતળ ડેમની બાજુમાં પોતાના કબ્જાની વાડીમાં ગેરકાયદે સફેદ પથ્થરનું ખન્ન કરતા હતા. જેની બાતમીને પગલે પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડીને પથ્થર કાપવા માટે ઈલેકટ્રીક મોટર, લોખંડની ત્રણ ચકરી, તેમજ તેને પાવર આપવા જનરેટર અને પથ્થરો મળી આવ્યા હતા. બનાવને પગલે પશ્ચિમ કચ્છ એલસીબીએ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટરને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.