માંડવીના ભેરૈયામાં સગા ભાઈએ બહેન પર દુષ્કર્મ આચરતા ચકચાર

એકાદ માસ અગાઉ બનેલી ઘટના બાદ સગીર યુવતીએ સખી વન સ્ટોપ સંસ્થાનું લીધું શરણું : ભુજની જીકે હોસ્પિટલમાં સંસ્થાની રાહબરી હેઠળ કરાઈ સારવાર

ગતરાત્રે એમએલસી નોંધાઈ : હજુ સત્તાવાર એફઆઈઆર નહીં

ભુજ : ભાઈએ બહેન પર ગુજારેલા દુષ્કર્મના મામલામાં સખી વનસ્ટોપ સેન્ટરમાં હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ. જોકે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી. ગતરાત્રે પોલીસ આવેલી પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ પરત ગઈ હતી. પરંતુ હજુ સુધી ગઢશીશા પોલીસે ફરિયાદ લીધી નથી. જ્યારે ગઢશીશા પીઆઈ એ.એલ. મહેતાને પૂછતા તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનામાં હજુ સુધી શું બન્યું છે તે સ્પષ્ટ થતું નથી. સગીરાના પરિવારજનોને પણ નિવેદન માટે બોલાવ્યા છે, પણ પરિવારમાં કોઈ મરણ પ્રસંગ બન્યો હોવાથતી વધુ તપાસ થઈ શકી નથી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે, સગીરાને તેના જ સમાજના અન્ય કોઈ યુવાન સાથે પ્રેમસંબધ છે અને તેના ભાઈએ તેને રોકવા પ્રયાસ કરતા આવી ફરિયાદ કરવા તેના પ્રેમીએ તેને ઉકસાવી હોઈ શકે. ત્યારે સમગ્ર ઘટનામાં સત્ય ચકાસીને ફરિયાદ નોંધાશે તેવું પીઆઈ એ.એલ. મહેતાએ ઉમેર્યું હતું.

 

ભુજ : માંડવી તાલુકાના ભેરૈયા ગામે ભાઈએ બહેન પર દુષ્કર્મી કૃત્ય આચરીને માનવતાને શર્મસાર કરી છે. હળાહળ કળિયુગી ઘટનાને પગલે કચ્છભરમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ભેરૈયા ગામે ધીરજભાઈ ગોહિલ અને તેની પત્ની મજુરી કામે ગયા હતા. ઘરમાં પાછળ તેમની ૧૭ વર્ષિય પુત્રી જ હતી. તે દરમ્યાન સગીરાનો મોટો ભાઈ વિપુલ ધીરજ ગોહિલે ઘેર આવ્યો હતો અને સગીરા સાથે બળજબરી કરી હતી. સગીરાએ તેને ના પાળવા છતા પણ જબરદસ્તીથી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એકાદ મહિના પૂર્વે બનેલી આ ઘટના બાદ ગભરાઈ ગયેલી સગીરાએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગતરાત્રે ભુજની જીકે હોસ્પિટલમાં સગીરાની સારવાર અને તબીબી ચકાસણી કરાવાઈ હતી અને હોસ્પિટલ ચોકીએ એમએલસી પણ નોંધાવવામાં આવી હતી. માંડવીના ભેરૈયામાં બનેલી ચકચારી ઘટનામાં સગીરા તેના પરિવારજનોને ખ્યાલ ન આવે તે રીતે સારવાર માટે આવી હતી. ત્યારે તેના પર કયાંકને કયાંક પરિવારજનોનું પણ દબાણ હોય તેવું લાગી રહ્યું છે. છતાં ૧૭ વર્ષિય યુવતીએ ભુજની જીકેમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો છે ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરંતુ તેમ છતા પોલીસની કાર્યવાહી નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ગઢશીશા પોલીસ મથકે હજુ સુધી કોઈ વિધિવત ફરિયાદ નોંધાઈ નથી.