માંડવીના પીપરી ગામે છત પરથી પટકાતાં શ્રમજીવીનું મોત

માંડવી : માંડવી તાલુકાના પીપળી ગામે વાડી વિસ્તારમાં ચાલતા મકાનના બાંધકામની છત ઉપરથી અકસ્માતે છત ઉપરથી પડી જતાં ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટ્યો હતો. માંડવી પો. દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરજ પરના પીએસઓએ આપેલી વિગતો મુજબ ગઈકાલ તા. ૧૧-૧-૧૮ના સાંજના ૪ વાગ્યાના ગાળા દરમ્યાન તાલુકાના પીપળી ગામે પ્રેમજી રામજી વરસાણીની વાડી ચાલતા મકાનના બાંધકામના છત ઉપર કડિયા કામ કરતો માંડવીનો શ્રમજીવી રાજેશ જીવરાજ જિંજક (ઉ.વ. ૩ર) વાળો અકસ્માતે છત ઉપરથી પડી જતાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં કોન્ટ્રાકટરે ઈજાગ્રસ્તને માંડવી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, પરંતુ સારવાર થાય તે પહેલાં મોત નિપજ્યું હતું. માંડવી પો. દફતરે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એઅસઆઈ નરશીભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.