માંડવીના ચીટરની સુરત પોલીસ કરી ધરપક્ડ

સુરતમાં કચ્છી ફિલ્મના કલાકરને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ૧૩ લાખ ખંખેરી લીધા હતા મહિધર પુરા પોલીસે આરોપીને ધરબોચી લીધો

 

માંડવી : મધ્યપ્રદેશના કટની જિલ્લામાં રહેતા અને મુંબઈની ફિલ્મોમાં આરટિસ્ટનો રોલ કરતા યુવાનને કચ્છી ફિલ્મની શુંટીંગ દરમ્યાન ચિટરોનો ભેટો થઈ ગયો હતો અને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ૧૩ લાખ ખંખેરી દેતા સુરતમાં ફોજદારી નોંધાતા તપાસનું પગેરૂ દબાવતી પોલીસે માંડવીમાં ધામા નાખી એક શખ્સને ધરબોચી લીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જોધારામ ઉર્ફે જતીન ગોપાલદાસ જયસિંઘા ઉ.વ. ૪૬ રહે. કટની એમ.પી. છ માસ પહેલા મુંબઈની ‘ભવાઈ’ ફિલ્મના શુટીંગ માટે કચ્છ આવેલ ત્યારે નિતીન ગઢવી નામના શખ્સના પરિચયમાં આવ્યો હતો અને નિતીને વિશ્વાસમાં લઈ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી સુરતના અઠવાગેટ વિમાન સર્કલ પાસે જઈ ૧૩ લાખની રોકડ લઈ નાસી જતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કચ્છ જતી બસમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના સામે મહિધરાપુરા પોલીસ મથકે ચિટીંગનો ગુન્હો નોંધાયો હતો. આરોપીની પુછતાછમાં માંડવીના શખ્સનું નામ સપાટી પર આવતા મહિધરા પોલીસની ટીમ માંડવી ધસી આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ચિટીંગના ગુન્હામાં સંડોવાયેલા ધમીન ઉર્ફે ડિકુ રસ્મીભાઈ બાપટ ઉ.વ. રર રહે માંડવીને પકડી પાડી સુરત લઈ ગયા હતા.