માંડવીના ગોધરામાંથી સગીરાનું કરાયું અપહરણ

માંડવી : તાલુકાના ગોધરા ગામે રાજડાવાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાનું કોઈ અજાણ્યા ઈસમે અપહરણ કરતા માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ૧૬ વર્ષ અને ૯ માસની પુત્રીનું અપહરણ કરાયું હતું. ફરિયાદી વાડી વિસ્તારમાં રહીને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત તા.ર૩/૩ના સવારથી સાંજે છ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ઈશમે ગોધરાના વાડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. બનાવને પગલે માંડવી પીઆઈ આર.સી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.