માંડવીના કોડાય અને ગોધરામાંથી ઝડપાયો શરાબ

૧ ઝડપાયો, ર આરોપીઓ હાથ ન લાગતા માંડવી પોલીસમાં બે જુદા-જુદા ગુનો નોંધાયા

માંડવી : તાલુકાના કોડાય અને ગોધરામાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં ચાર આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. માંડવી પોલીસે ચાર શખ્સો સામે બે જુદા-જુદા ગુનો નોંધ્યા હતા. માંડવી પોલીસ દતફરેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના કોડાય ગામે નમરાવાસમાં આનંદ હરી ગઢવી અને રામદેવરાજ ગઢવીએ પોતાના કબજામાં દેશી વિદેશી દારૂ વેંચાણ અર્થે રાખતા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રૂા.રપ,ર૦૦ના વિદેશી દારૂની ૭ર બોટલ તેમજ દેશી દારૂ અને દારૂ બનાવવાના આથા સહિત બાઈક મળીને કુલ રૂા.પ૯,ર૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરોડામાં આરોપીઓ હાજર ન હળતા પોલીસે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ માંડવી તાલુકાના ગોધરા ગામે આરોપી કશ્યપ દિલીપભાઈ વોરા (ઉ.વ. ૧૯)ને પોલીસે ઝડપી પાડીને તેના કબજામાંથી રૂા.૧૪૦૦ની ૪ બોટલ તેમજ રૂા.પ,૦૦૦નો મોબાઈલ મળીને રૂા.૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જથ્થો આપનાર આરોપી આનંદ હરી ગઢવી પોલીસને હાથ ન લાગતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.