માંડવીના કોજાચોરા ગામના સીમાડામાં યુવાનનો મૃતદેહ મળ્યો

હત્યા કે આત્મહત્યા ? પોલીસ ઘટના સ્થળે : હતભાગીનો મૃતદેહ માંડવી હોસ્પિટલમાં ખસેડાયો

માંડવી : તાલુકાના કોજાચોરા ગામના સીમાડામાં વિજય સાગર ડેમની પાછળ ગાય-બકરી ચરાવતા હાજી ઉમર ચૌહાણ (ઉ.વ. 42) (રહે. કોજાચોરા, તા.માંડવી)વાળાનો આજે બપોરે મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે હતભાગીએ હત્યા કે આત્મહત્યા તે અંગે માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે અને હતભાગીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે માંડવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની વિગતો મુજબ હતભાગીના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે અને હોસ્પિટલે પોલીસ પહોંચી ગઈ છે. આ લખાય છે ત્યારે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભાઈ છે. માંડવી પીઆઈ શ્રી ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.