માંડવીના કાઠડામાં જુથ અથડામણ : પાંચ ધવાયા : ટોળા સામે નોંધાઈ રાયોટીંગ

ફરીથી બે જુથો વચ્ચે તંગદીલી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

 

માંડવી : તાલુકાના કાઠડા ગામે થયેલ મરણ પ્રસંગે લાઉડ સ્પીકર નહી વગાડવા મુદ્દે બે જુથો આમને સામને આવી જતા દંગદીલી સર્જાઈ હતી. પથ્થર મારો તથા મારક હથિયારો વડે હુમલો કરાતા એક જુથના પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા. પોલીસે સમયસૂચકતા દાખવી તાબળ તોળ બનાવ સ્થળે દોડી જતા કોઈ મોટો બનાવ બનતા અટકાવી દેવાયો હતો. તો ફરીથી કોઈ બનાવ ન બને તે માટે કાઠડા ગામે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુબારક હુસેન વાધેર (ઉ.વ. ૪૦) (રહેે કાઠડા તા. માંડવી)ની ફરીયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, હુમલાનો બનાવ ગત રાત્રીના સાડા આઠથી સાડા નવના આરસામાં બનવા પામ્યો હતો. આરોપીઓ જગો ગઢવી, ધ્રુવ આશા ગઢવી, હરદાસ ગઢવી, રતન ગઢવી, પુનશી શીવરાજ ગઢવી તથા બીજા ૩૦થી ૩પ લોકો (રહે બધા કાઠડા તા. માંડવી)નાઓએ પોતાના ગામમાં મરણ થયેલ હોઈ છતા પણ તેઓ મસ્જિદમાં લાઉડ સ્પીકરમાં આજાન પઢતા હોઈ તે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય ઈરોદો પાર પાડવા માટે હથિયારો તથા પથ્થરોથી સજ્જ થઈ હુમલો કરી તેઓ તથા સાહેદ હુશેન ઈસાક વાધેર, ઈસ્માઈલ હુશેન વાધેર, ઉમર હુશેન વાધેર તથા ગની હુશેન વાધેરને ઈજાઓ પહોંચાડતા માંડવી પોલીસ મથકે તમામ આરોપીઓ સામે રાયોટીંગની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પી.આઈ. એમ.આર. ગામેતીએ ચક્રોગતિમાન કર્યા હતા. રાત્રીના સમયે કાઠડા ગામે થયેલ જુથ અથડામણના બનાવો ફરીથી કોઈ ઘટના ન ઘટે તે માટે પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભારાડાના માર્ગદર્શન હેઠળ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલ માંડવી દોળી ગયા હતા અને કાઠડા ગામે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગાઠવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાઠડા ગામની પરંપરા મુજબ ગામમાં કોઈ પણ સમાજમાં મરણ પ્રસંગે બને ત્યારે ગામમાં લાઉડ સ્પીકર ન વગાડવાની પ્રથા ચાલી આવે છે. ગત રાત્રીના ગામમાં આઘેડનું મરણ થવા છતા લાઉડ સ્પીકર વાગતા ગામના યુવાનો બંધ કરાવવા માટે જતા મામલો વિચક્યો હતો. બનાવની જાણ થતા માંડવી પી.આઈ. એમ.આર. ગામેતી સ્ટાફ સાથે કાઠડા ગામે ઘસી ગયા હતા અને બન્ને સમાજને શાંત પાડ્યો હતો.