માંડવીના આઝાદ ચોકમાં શક્તિસિંહનો હુંકાર : માંડવીના બીચને ગુજરાતનો આદર્શ બીચ બનાવવાની નેમ

માંડવી સદ્દભાવના કાર્યક્રમમાં માંડવી બીચ માટે મોદીએ જાહેર કરેલા ર૦૦ કરોડ કયાં ગયા.. ? તો માંડવીના વિકાસ માટે પણ ર૧૦૦ કરોડની કરાઈ હતી જાહેરાત

 

ભુજ : વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર તેજ બન્યો છે. માંડવી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે માંડવીના આઝાદ ચોકમાં જંગી જાહેરસભા સંબોધી હતી.
પોતાના ઉદ્દબોધનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો માંડવીની ભૂમિને પવિત્ર ભૂમિ ગણાવી હતી. માંડવીના પુર્વ ધારાસભ્ય સ્વ. જયકુમારભાઈ સંઘવીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તો આ પ્રસગે માંડવીના કે.ટી. શાહને પણ શક્તિસિંહ ગોહિલે યાદ કર્યા હતા અને બંધારણ સભામાં પણ માંડવીના સપૂત પ્રોફેસર કે.ટી. શાહની ચર્ચાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વાસ્કો-દ ગામાને રસ્તો બતાવનાર માંડવીના માલમ અને ભજનીક નારાયણ સ્વામીને પણ યાદ કર્યા હતા અને માંડવીએ અનેક રાજકીય નેતાઓ દેશને આપ્યા હોવાનું જણાવ્યું હતું કે, માંડવીનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ માંડવી બીચની હાલત અતિદયનીય હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત પ્રવાસીઓ માટે માંડવી બીચ પર સ્નાનઘાટ હોવાનું જણાવીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જયારે રર વર્ષ દરમ્યાન માંડવી બંદર માટે ભાજપે શું કર્યું તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. સાથે જ જે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો માંડવી બીચને ગુજરાતનો આદર્શ બીચ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તો નર્મદાના મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓને જાહેર મંચ પર ચર્ચાઓ કરવા ચેલેન્જ આપી હતી. નર્મદાના પાણી પર કચ્છના લોકોનો અધિકાર છે, પરંતુ નર્મદાનું પાણી માત્ર ચૂંટણી સમયે જ આવે છે. રાપર અને ટપ્પર ડેમમાં ચૂંટણી સમયે પાણી ભરીને ભાજપે સમગ્ર કચ્છમાં નર્મદા રથ ફેરવ્યા છે. પણ આજે પાણી કયાંય આવતું નથી. જા કચ્છના દરેક ખેતર સુધી પહોંચશે તો ખરા અર્થમાં કચ્છડો બારે માસ બનશે તો ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંડવીની સદ્દભાવના મીશનમાં ર૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને ર૦૦ કરોડ રૂપિયા માંડવી બીચ માટે અલગથી જાહેર કર્યા હતા, પરંતુ ભાજપ સરકારે એક પણ રૂપિયાનો વિકાસ કર્યો નથી અને માત્ર ખોટી જાહેરાતો કરી છે. વધુમાંં તેમણે જણાવ્યું હતુ કે, હું કયારે પણ ચૂંટણી સમયે દારૂનું એક પણ ટીપું વેચતો નથી અને દારૂ વેચીને મને ધારાસભ્ય નથી બનવું ભાવનગર, અબડાસામાં મારા કાર્યાલય પરથી દારૂ કયારે પણ વેચાયો નથી તેમ છતાં મતદારો દારૂ લીધા વિના મને મતો આપ્યા છે અને માંડવીની જનતા પણ મને સ્વીકારશે.
ઉપરાંત શÂક્તસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં બાવળ કાપીને કોલસા બનાવવાની છૂટ છે, પરંતુ કચ્છમાં ગાંડા બાવળ કાપવા માટે મામલતદાર અને વન વિભાગની કચેરીઓના ધક્કા ખાવા પડે છે. જા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો કચ્છના લોકોને બાવળમાંથી કોલસા બનાવવાની છૂટ આપવામાં આવશે. અબડાસા વિસ્તારમાં પાણીની તંગી ન અનુભવે તે માટે બજેટમાં ર૩૬ કરોડ રૂપિયાની જાગવાઈ કરાવી છે અને કામ ચાલી રહ્યું છે. તો કચ્છમાં અનેક કંપનીઓ હોવા છતા કચ્છીમાડુઓને રોજગારી મળતી નથી પણ જા કોંગ્રેસનુ સાશન આવશે તો કચ્છના લોકોને નોકરીમાં ૧૦ ટકા છૂટ આપવાનો કાયદો વિધાનસભામાં પસાર કરાવવાની ખાત્રી આપી હતી. આ સભામાં માંડવીની જનતા મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી હતી