માંજરેકરે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પોતાની ફેવરિટ પ્લેઈંગ ઈલેવન બનાવી, જાડેજાને ન કર્યો સામેલ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ૧૮ જૂનથી શરૂ થવાની છે અને આ માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્‌સમેન સંજય માંજરેકરે પોતાની ફેવરિટ પ્લેઈંગ ઈલેવનનું સિલેક્શન કર્યું છે. માંજરેકરે ઈંગ્લિશ કંન્ડિશનને ધ્યાનમાં રાખતાં આ ટીમને પસંદ કરી છે અને તેણે સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમજ ઈશાંત શર્માને ટીમમાં સ્થાન આપ્યું નથી.માંજરેકરે કહ્યું, હું માની રહ્યું છે કે તમારી પાસે ઈંગ્લિશ કન્ડિશન છે અને આ ટેસ્ટ મેચમાં પાંચ દિવસ તડકો અને વાદળ છવાયેલા હશે. હનુમા વિહારીને ટીમમાં સામેલ કરવા પર માંજરેકરે કહ્યું, તેણે ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત હોવા છતાં અમુક જબરદસ્ત ઈનિંગ રમી હતી. ભારતના ઉતરતા ક્રમ ઉપર પણ એક બેટ્‌સમેનની જરૂર છે કે જેની પાસે સારી રક્ષાત્મક ટેકનિક હોય. ઉપરના ક્રમમાં પુજારાને છોડીને આ ખૂબી કોઈની પાસે નથી. તેવામાં હનુમા વિહારીને છઠ્ઠા અને પંતને સાતમા નંબરે રાખવા માગુ છું. ટીમ ઈન્ડિયાએ કોઈ પ્રેક્ટિસ મેચ રમી નથી એટલે ટીમમાં બેટિંગમાં ઊંડાઈ હોવી જોઈએ.તેણે કહ્યું, હું સ્વિંગ બોલર સિરાઝને ટીમમાં રાખવા માંગુ છું કેમ કે છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને પાંચ વિકેટ લીધી હતી. તેના જેવા બોલરને છોડવો મુશ્કેલ હતો. શમી, બુમરાહ તેમજ ઈશાંત એક પ્રકારે બોલર છે પણ સિરાજ કાંઈક અલગ છે. હું સિરાજની સાથે જઈશ, પણ ભારત અમુક કારણોથી ઈશાંતની સાથે રમી શકે છે.ફાઈનલ માટે માંજરેકરની પ્લેઈંગ ઈલેવનઃ-રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.