માંગ ન સંતોષાતા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

જિલ્લા કક્ષાએ કલેક્ટરને અને તાલુકા મથકોએ મામલતદારોને આવેદન આપી રજુઆતો કરાઈ : પ્રશ્નોનું નિરાકરણના આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી

 

ભુજ : રાજ્યના તાલટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારને સમસ્યાઓ મુદ્દે અનેકવાર રજુઆતો છતા કોઈ નિરાકરણના આવતા આજે રાજ્યની સાથે જિલ્લાના તલાટી ભાઈ-બહેનોએ ફરજ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોધાવી આવેદન પત્ર પાઠવ્યું હતું.
જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેક્ટરને કરાયેલી રજુઆત અનુસાર, તલાટી કમ મંત્રીઓના ગ્રેડપે, રેવન્યુ અંગેની કામગીરી, પ્રમોશન, વર્ષ ર૦૦૪થી પેન્શન તેમજ સળંગ નોકરી સહિતની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષાય તેવી રજુઆત કરાઈ હતી. આ માટે અવારનવાર રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રજુઆત છતા કોઈ સકારાત્મક કાર્યવાહી ના થતા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાયો હતો. આગામી સમયમાંક ૧૭ તારીખે સ્થાનીક કક્ષાએ દેખાવોક અને ર ઓક્ટોમ્બરના ધરણાની ચીમકી કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહામંત્રી નિકુંજભટ્ટ સહિતના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજુઆત કરી હતી. ભુજ તાલુકા તલાટી મંડળના પ્રમુખ વિનોદ સોલંકી, મંત્રી મયુર ઠક્કર સહિતના તલાટીઓએ જિલ્લા સમાહર્તાને આવેદન પાઠવ્યું હતું. મુંદરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ મિતલ રાવલ, નલકંઠ ગોસ્વામી, મોધજીભાઈ પટેલ, કનુભાઈ પટેલ, નારણભાઈ ચૌધરી, સંદિપસિંહ જાડેજા, કે.ડી.જોષી, સ્વરાજભાઈ, હાર્દિકસિંહ રામભાઈ સૈધલ, દિલસાનબેન, પ્રિયંકા પરમાર, ઉષાબેન સોલંકી, ઉર્વશી ગડા સહિતના તલાટીઓએ તાલુકા ટી.ડી.ઓ. શ્રીજોષી, મામલતદાર શ્રી વાઘેલા, પ્રાંત અધિકારી એ.કે. વસ્તાણીને આવેદન પાઠવ્યું હતું. તો નખત્રાણા તાલુકા તલાટી મંડળના પ્રમુખ ખેતાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તલાટીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું હતું. માંડવીમાં પ્રમુખ રાઘવદાન ગઢવીની આગેવાની તળે અજયસિંહ ગોહિલ, અનિલ પટેલ, કલ્પેશ સોલંકીએ આવેદન પાઠવ્યું હતું.