માંંડવીમાં પત્નીનો વિયોગ સહન ન થતાં પતિનો આપઘાત

માંડવી : શહેરના અયોધ્યાનગરમાં રહેતા યુવકી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ખેંગાર જીવરાજ ગઢવી (ઉ.વ. ૩૦)ની પત્ની ત્રણેક માસ પહેલા મૃત્યુ પામેલ જે પત્નીનો વિયોગ સહન ન થતાં હતભાગીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી.