મહેબૂબાનો નાપાક બફાટ : કેન્દ્રને લુલી ધમકી

મહેબૂબા મુફ્‌તીની બીજેપીને ચેતવણી, કહ્યું- જો પીડીપી તોડવાની કોશિશ કરી તો કાશ્મીરમાં અનેક સલાઉદ્દીન પેદા થશે : ૯૦ના દાયકા જેવી હાલત કરવાની ચીમકી

 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્‌કીએ કેન્દ્રની મોદી સરકારને ચેતાવણી સાથે ધમકી આપી છે, તેમને કહ્યું કે, રાજ્યમાં બીજેપીએ પીડીપીને તોડવાની કોશિશ કરી તો કાશ્મીરમાં બીજા વધુ સલાઉદ્દીન પેદા થશે અને રાજ્યની હાલત ૯૦ ના દાયકા જેવી થઇ જશે.
મહેબુબા મુફ્‌તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૯૮૭ માં ચૂંટણીની સાથે ગરબડીઓ થઇ તો યાસિન મલિક અને હિઝબૂલ મુઝાહિદ્દીનના પ્રમુખ સૈય્યદ સલાઉદ્દીન
પેદા થયા હતા. જો આ વખતે બીજેપીએ પીડીપીને તોડવાની કોશિશ કરી અને કાશ્મીરના લોકોના હક્કનો ઝૂંટવાનો પ્રયાસ કરાતો તો સ્થિતિ વધુ વણસસે, ખરાબ થઇ જશે.
આ મામલે પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, મહેબૂબા મુફ્‌તીનુ નિવેદન બહુજ આપત્તિજનક છે. બીજેપી પીડીપીને તોડીને સરકાર બનાવવાની કોશિશ નથી કરી રહી. તેમને કહ્યું કે, અમે રાજ્યને શાંતિ, સુશાસન અને વિકાસ તરફ લઇ જવા માગીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફ્‌તીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપીના સહયોગ, પૂર્વ અલગાવવાદી સજ્જાદ લોનની પીપુલ્સ કોન્ફરન્સ પીડીપીમાં એક રાજનીતિક નિયંત્રણ સ્થાપિત કરીને તેના બાળવાખોર ધારાસભ્યોના સમર્થન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યી છે.
આતંકી સલાઉદ્દીન અત્યારે પાકિસ્તાનમાં શરણ લઇ રહ્યો છે. ઘાટીમાં આતંકવાદ ફેલાવવા માટે સૈયદ ઓળખાતો હતો. અમેરિકાએ પણ આતંકી સંગઠનના સરગના સૈયદ સલાઉદ્દીનને ગ્લૉબલ આતંકી જાહેર કર્યો છે. તે પાકિસ્તાનમાં ફરી રહ્યો છે. થોડાક મહિનાઓ પહેલા તેને કહ્યું હતું કે, કાશ્મીરને ભારતીય સેનાનું કબ્રસ્તાન બનાવી દેશું.