મહાસત્તાનું મહાયુદ્ધ દુનીયા માટે ખતરારૂપતેલના કુવાની આંખલા-લડાઈ ભારતનો કાઢશે ‘ખો’

રશિયા-અમેરીકાનો સીરીયાના ઓઈલભંડારો પર કબ્જો જમાવવાના શીતયુદ્ધથી ક્રુડ ઓઈલના ઉચકાશે ભાવ : ભારતનું આર્થીક તંત્ર પણ બનશે ડામાડોળ? : પાકિસ્તાન-ભારતના વડાપ્રધાનની ચાપલુસી બંધ કરે ? એક થાય :
નોર્થ કોરીયા સાથે સમજુતિ કેમ કરી અમેરીકાએ ?

નવી દિલ્હી : સીરીયામાં સંગ્રામ ચાલી રહ્યો છે. અમેરીકા અને રશીયાની સીરીયામં ચાલી રહેલી મહાયુદ્ધ સમાન લડાઈ તેમાં પણ આમને સામને થયેલા હુમલાઓની નીતી દુનીયાભરને માટે ખતરારૂપ પુરવાર થવા પામી શકે તેવા એંધાણ જોવામા આવી રહ્યા છે. ખાસ કરીને ભારતને માટે પણ નોટબંધી અને જીએસટી બાદ અર્થતંત્રને માટે કદાચ વધારે ફટકારૂપ પુરવાર થવા પામી જાય તો નવી નવાઈ નહી કહેવાય.
સીરીયાની અસદ સરકાર રશીયાના જોરે રાસાયાણીક હુમલાઓ કરી રહી છે જેમા કેટલાક નિદોર્ષ લોકોના મોત નિપજયા છે. તો વળી સામાપક્ષે અમેરીકાએ પણ ફ્રાન્સ અને બ્રીટનની સાથે મળી અને વળતો પ્રહાર કરી દીધો છે. આ ઘટનાને લઈ અને યુએન ચિંતામાં આવી ગયુ અને મધરાતે બેઠક યોજી દીધી છે ત્યારે અમેરીકાએ આ બાબતે હજુય હુમલા કરવાના તીખા તેવર આપી દીધા છે જયારે હુમલાથી કાળજાળ બનેલ રશિયા પણ લોકોને યુદ્ધ માટે તૈયાર રહેવાની ચીમકી આપી દીધી છે. અમેરીકાએ નોર્થ કોરીયા સાથે સમજુતી કેમ કરી છે? આવો સવાલ પણ આ તબકકે થવા પામી રહ્યો છે. અહી જે રીતે નરસંહારની ઘટનાઓ થવા પામી રહી છે તેને જોતા માનવ અધિકાર પંચ કેમ ચૂપ છે.અહી અમેરીકા માટે દુખે છે પેટ અને કુટે છે માથુનો તાલ થવા પામી ગયો છે. અમેરીકાની વ્યુહાત્મકની વાત કરીએ તો ભારત-પાકીસ્તાન તેના શરણે છે. સામ્યવાદીઓ સામે લાલઆંખ કરી દીધી છે. ઈરાક-અફઘાનીસ્તાન-લીબીયામા હવે સીરીયા સરકારને પણ ઉથલાવવા અમેરીકા તૈયાર છે. રશીયાએ સીરીયાને ડીફેન્સ મિસાઈલ આપી હતપી. ઈરાન-સીરીયા દોસ્ત છે. ભારત-ઈરાનના સબંધો સુધરી રહ્યા છે. રશીયા અને અમેરીકા યુદ્ધના કેન્દ્ર સીરીયાને બનાવી રહ્યા છે. ચીન રશીયા મળી અમેરીકાની જોહુકમીને પડકારી રહ્યા છે. આમ શીતયુદ્ધ મહાભયંકર યુદ્ધ ન બને તે જોવુ પણ જરૂરી બન્યુ છે. ચીનમા શી