મહારાષ્ટ્ર એન્ટાલિયા વિસ્ફોટ કાંડ : પોલીસ બેડાના ‘નૈતિકબળ’ને તોડતી ઘટના

આતંકવાદીઓ-માનવતા વિરોધી કૃત્યો બોમ્બ-વિસ્ફોટકો મુકે, પણ પોલીસે બોમ્બ મુકે તે તો મહારાષ્ટ્રના મનસુખ હિરેન હત્યા-પરમબીરસીહ-સચીન વાઝેના કારનામાઓ પરથી એક પછી એક ઉચકાતા ઘટનાક્રમોથી થઈ રહ્યા છે ચોકાવનારા ખુલાસા : ડીજી કક્ષાના અધિકારી પરમબીરસિંહ તથા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સસ્પેન્ડેડ અધિકારી વાઝૈના કારસ્તાનો પોલીસતંત્રના મોરલને માટે પછડાટરૂપ : ગુજરાતમાં પણ પોલીસદળની નૈતિક શકિતને ભાંગવા સમાન દાયકા પહેલા ખુલી ચુકયા છે મોટા કારનામાઓ, હવે વિશ્વ વિખ્યાત મુંબઈ પોલીસની ધાકને પણ બટ્ટો લાગે તેવા ઘટનાક્રમો ઉપરાછાપરી આવી રહ્યા છે એક પછી એક બહાર

મુંબઈ માંડ-માંડ માફીયા-ડોનના રાજ-સામ્રાજયમાથી મુકત થયુ છે, પણ આવા કાવતંરાઓ જો સફળ થતા રહેશે તો મુંબઈમાં ફરીથી સ્થપાઈ શકે છે માફીયારાજ : મહારાષ્ટ્ર-દેશની આર્થિક પાટનગરી ફરી થઈ જશે અસલામત-અસુરક્ષિત..!

ગાંધીધામ :ઉદ્યોગપતી મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટીન છરાઓ વિસ્ફોટક ભરેલ સ્કોર્પીયો મળવાના મામલામાં રોજ બરોજ નીતનવા ખુલાસાઓ થવા પામી રહ્યા છે. આખાય આ પ્રકરણમાં મહારાષ્ટ્રની અઘાડી સરકાર કુદ ટેન્સનમાં આવેલી છે અને અહી રાજકીય ધમાસાણ પણ મોટાપાયે ધમધમી ઉઠયું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નીવાસ્થાને એન્ટાલીયા પાસે વિસ્ફોટક સામગ્રી ભરેલી કાર પ્રકરણમાં કાર થાણેના ગુજરાતી વેપારી મનસુખ હિરેનની હોવાનુ ખુલ્યુ હતુ. બાદમા આ મનસુખ હિરેનની રહસ્યમય સંજોગામાં ખાડીમાથી લાશ મળી આવી હતી. આ પ્રકરણે મહારાષ્ટ્રના રાજકારણમા મોટી હલચલ સર્જી દીધી છીે. સહેજ વધુ વાત માંડીએ તો એન્ટીલીયા નિવાસસ્થાન બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવ્યા બાદ મુંબઈ પોલીસ વિભાગમાં ભુકંપ આવ્યો ત્યારથી આ મામલામા મોટા ધડાકા થઈ રહ્યા છે.
પહેલા કાર માલિક મનસુખ હિરેનનુ મોત, ત્યારબાદ મદદનીશ પોલીસ ઈન્સપેકટર સચિન વાજેની ધરપકડ અને ત્યારબાદ પોલીસ કમિશ્નર પરમબીર સીંઘની ડીજી હોમગાર્ડમાં બદલી. આ આખીય ટનાએ ઘણા પ્રશ્નો પાછળ છોડી દીધા છે જેના જવાબો તપાસબાદ બહાર આવી શકે છે. પરંતુ હાલમાં જે રીતે ડીજી કક્ષાના અધિકારી દ્વારા હોમગાર્ડ ડીજી પદે તેઓની બદલી થયા બાદ લેટરબોમ્બ ફોડીને ગૃહપ્રધાન પર આક્ષેપ લગાવાયા છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી વાજેને પણ સસ્પેન્ડ કરવા સહિતની ઘટનાઓથી પોલીસ બેડાનુ મોરલ નીચે આવે અને શરકજમન અનુભવ કરે તેવા છે. જો પરમબીર સીહને વાઝેએ દેશમુખ ગૃહમંત્રી ૧૦૦ કરોડની વસુલાતના તાર્ગેટની વાત કરી જ હતી તો પરમબીરસહિને મુબઈ કમિશ્નરપદેથી હટાવાયા બાદ જ તેઓએ કેમ ખુલાસો કર્યો? આ પહેલા તરત જ શા માટે તેઓએ આ બાબતે ખુલાસા નથી કર્યા? મુકેશ અંબાણી કેસમા તપાસ પરમવીર સિહ સુધી પહોચે તેવી પુરી સંભાવનાઓ હતી અને તેના કારણે જે આવા ખોટા આક્ષેપો કરતો લેટર વાયરલ કરવામા આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. એકદંરે તો આ આખાય કાંડમાં રાજકીય આક્કાઓના ઈશારે ડીજી કક્ષાના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીઓ આટલા નીતા કૃત્યો આચરે તે ટીકાપાત્ર જ કહી શકાય તેમ છે. ફરીયાદ ન થાય અને ખુદ બચી જાય તે માટે રાજકીય આગેવાનો પર હવે આરોપો પોલીસના ઉચ્ચ અધિકારીઓ લગાવી રહ્યા છે. પરંતુ અહી કહેવાની જરૂર છે કે એકાદ દાયકા પહેલા આવી જ રીતે રાજકીય આક્કાઓના હાથા બનેલા કેટલાક પોલીસ કર્મીઓની હાલત પણ આજેય સુડી વચ્ચે સોપારી જેવી થવા પામી ગઈ છે. અને રાજકારણના ઈશારે સુપરકોપ બન્યા બાદ રાજકારણીઓએ તેમનો મતલબી ઉપયોગ કરી અને ફેકી દીધા અને તે પણ એટલી હદે કે પોલીસતંત્રનુ મોરલ તદન તળીયે જ જતુ રહે તેમ કાંટા કાપીને તલવારો હાથમાં આપવાની નોબતમાં લાવી દીધા હતા. હાલમાં મુંબઈમાં પણ જે રીતે રાજકીય અને પોલીસઅધિકારીઓના સાંઠગાંઠના કારસાની વિગતે બહાર આવી રહી છે તે મુંબઈને ફરીથી માફીયારાજની ભેટ આપી જાય તો નવી નવાઈ નહી. મુંબઈ માફીયાઓમાથી માંડ માંડ છુટી શકયુ છે અને સુરક્ષિત બન્યુ છે પણ આવા કારનામાઓ જો ફાવી જશે તો મુંબઈ ફરીથી અસલામત બની જશે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.