મહારાષ્ટ્રમાં એમબીબીએસ પરીક્ષા જૂનના પહેલા અઠવાડિયામાં

(જી.એન.એસ)મુંબઇ,કોરોનાને લીધે તમામ ધોરણની પરીક્ષાઓ મામલે સરકારે વારંવાર નવી નવી તારીખો જાહેર કરવી પડે છે અને પછી કેસમાં વધારો નોંધાતા તારીખો રદ કરવી પડે છે. આમ થવાથી વિદ્યાર્થીં હંમેશાં મુંઝવણ રહે છે અને પરીક્ષા આપવાનો જુસ્સો તેમનો તૂટી રહ્યો છે. અગાઉ એપ્રિલ મહિનામાં મેડિકલના પહેલા અને બીજા વર્ષની પરીક્ષા નિર્ધારિત થઈ હતી, પરંતુ કોરોના વાઈરસના ફેલાવાને લીધે પરીક્ષા આગળ ધકેલવામાં આવી હતી. હવે આ પરીક્ષા જૂન મહિનામાં થશે, તેમ તબીબી શિક્ષણ પ્રધાન અમિત દેશમુખે જણાવ્યું હતું. ૫રીક્ષાને લીધે વિદ્યાર્થીઓએ એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે. વળી, ઘણાં વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત છે. આવા કારણોસર પરીક્ષા પાછળ ધકેલવામાં આવી હતી. ૧૯મી એપ્રિલે લેવાનારી પરીક્ષા પાછળ ધકેલવામાં આવે, તેવી માગણી વિદ્યાર્થીઓએ કરી હતી.