મહારાષ્ટ્રની હિંસા મુદ્દે નખત્રાણામાં અપાયું આવેદન પત્ર

જીગ્નેશ મેવાણી સામે દેશદોહનો ગુનો લાગુ કરાશે તો ગુજરાતમાં થશે આંદોલન

નખત્રાણા : મહારાષ્ટ્ર રાજ્યના ભીમા કોરેગાંવમાં મૂૂળ નિવાસી લોકોના વિજયના દિવસે કાર્યક્રમમાં હુમલો કરનારા ગુનેગાર લોકો સામે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કરવાના ઉગ્ર માંગ સાથે વિશાળ રેલી તાલુકા આંબેડકર યુવા ગ્રુપ દ્વારા નિકળી હતી. જે રેલીમાં જય ભીમના ગગન ભેદી નારા સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી હતી. જયાં પ્રાંત અધિકારી અરવિંદ વિજયને આવેદન પત્ર આપીને ઉચ્ચ કક્ષા દલિત સમાજનો અવાજ પહોંચાડવા માંગ ઉઠી હતી. પ્રાંત કચેરી પટાંગણ ખાતે રેલીને સંબોધન કરતા દલિત સમાજના કોંગ્રેસીનેતા માવજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, ભારતમાં રપ કરોડથી વધારે દલિતો અનુશાસનમાં રહે છે. છતાં પણ અમુક તત્ત્વો દ્વારા ભીમા કોરેગાંવમાં હિંસક હુમલા થયા છે તે નિર્દયનીય છે આવા તત્ત્વોને તાકીદે પકડીને તેને કડક સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ભાજપના નેતા નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, જીગ્નેશ મેવાણી દલિતોની લડત સામે બાંયો ચડાવી છે ત્યારે તેના અવાજને દબાવવા સરકાર જીગ્નેશ મેવાણી સામે દેશદ્રોહની કલમ જો લાગુ પડશે તો મહારાષ્ટ્રની જેમ ગુજરાત ભડકે બળશે ? હુમલો કરતા નઠારા તત્ત્વોને છાવરી રહી છે. તે યોગ્ય નથી આ ઘટનાને નખત્રાણા તાલુકાના સમગ્ર દલિત સમાજ વખોડી કાઢે છે. વિશાળ રેલીમાં દલિત સમાજના આગેવાનો ગિરીશભાઈ ગોહિલ, પ્રેમજીભાઈ, પ્રવીણભાઈ લોંચા, લક્ષ્મણભાઈ વાઘેલા, વસંતભાઈ ભદરૂ, વસ્તાભાઈ ગોહિલ, ગોપાલભાઈ સહિત યુવા નેતા જોડાયા હતા. ડીવાયએસપી રવિ તેજા વરમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાર્યક્રમનું સંચાલન લીલાધરભાઈએ કર્યું હતું. આભારવિધિ નરેશ મહેશ્વરીએ કરી હતી.