મહારાષ્ટ્રના નાંદેડમાં ગોઝારો અકસ્માત : ૧૦ જાનૈયાનાં મોત

જળગાંવ-ધુળે માર્ગ પર અકસ્માતમાં એક જ પરિવારના પાંચે જીવ ગુમાવ્યો

મુંબઈઃ નાંદેડ જિલ્લાના લાતુર-મુખેડ માર્ગ પર ટેમ્પો સાથે ટ્રક ભટકાતાં ૧૦ જાનૈયાનાં મોત થયાં હતાં, જ્યારે ૩૨ જણ ઘવાયા હતા. બીજી તરફ જળગાંવ-ધુળે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક જ પરિવારના પાંચ સભ્યએ જીવ ગુમાવ્યો હતો.
નાંદેડના જાંબ ગામમાં શનિવારે સવારે જાનૈયાઓને લઇ જનારા ટેમ્પોને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠ મહિલા સહિત ૧૦ જણનાં મોત થયાં હતાં અને ૩૨ જણ ઘવાયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મુખેડ અને લાતુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોઇ ૧૦ જણની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
લાતુરના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ કિંદ્રેએ જણાવ્યું હતું કે ટેમ્પોમાં જઇ રહેલા લોકો લાતુરના ઔસા તહેસીલના ખારોસા ગામના હતા. દરમિયાન જળગાંવ-ધુળે માર્ગ પર પણ શનિવારે સવારે ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના પાંચ જણે જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં ત્રણ મહિલાનો સમાવેશ હતો. પારોળ તાલુકાના દળવેલ ગામ નજીક આ અકસ્માત થયો હતો અને મૃતકો લગ્નમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. પાચોરા ખાતે રહેતો વાણી પરિવાર લગ્નમાં હાજરી આપવા કારમાં ધુળે આવ્યો હતો. તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્‌યો હતો. અકસ્માતમાં શીતલ વાણી, બંડુ વાણી, રમેશ વાણી અને દિપાલી વાણીને ઇજા પહોંચી હતી. ના પાંચ જણે જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં ત્રણ મહિલાનો સમાવેશ હતો. પારોળ તાલુકાના દળવેલ ગામ નજીક આ અકસ્માત થયો હતો અને મૃતકો લગ્નમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. પાચોરા ખાતે રહેતો વાણી પરિવાર લગ્નમાં હાજરી આપવા કારમાં ધુળે આવ્યો હતો. તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્‌યો હતો. અકસ્માતમાં શીતલ વાણી, બંડુ વાણી, રમેશ વાણી અને દિપાલી વાણીને ઇજા પહોંચી હતી.