મહામારી બની વધુ વિકટ,કચ્છમાં કોરોનાથી આજે 89 દર્દી સંક્રમિત થયા

ભુજ : કચ્છમાં કોરોના મહામારીના કેસો દરરોજ વિક્રમ સર્જી રહ્યા છે આ સરહદી જિલ્લામાં કોરોના મહામારી વિકટ બની રહી છે ગઈકાલે સર્વાધિક 82 કેસ નોંધાયા બાદ આજે રેકર્ડ બ્રેક 89 દર્દીઓ કોરોનાથી સંક્રમિત બન્યા હતા કચ્છમાં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક છે આજે 26 દર્દીઓ સાજા પણ થયા છે ગુજરાત સહિત કચ્છમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. હવે પરિસ્થિતિ હાથમાંથી જતી હોય તેવુ લાગી રહ્યુ છે. જો કચ્છીઓ હવે નહિ ચેતે તો કચ્છમાં કોરોનાને સદી ફટકારતા વાર નહિ લાગે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.આજે રાજ્યમાં 24 કલાકમાં નવા 8,920 કોરોના પોઝિટીવ કેસ દર્જ થયા હતા. અને 3387  દર્દીઓ સાજા થયા હતા.કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે લોકોમાં અંદરખાને ભય ફેલાયો છે. પરંતુ તેમ છતા જાહેર જીવનમાં બેફિકરાઈ જોવા મળે છે.કચ્છમાં વધુ 89 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 5763 થયો છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 5042 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 600 જેટલા કેસો એક્ટિવ છે.