મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષે નિધન

મુંબઈ : આ સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે જેની ઓળખ થાય છે તેવા સ્ટીફન હોકિંગનું બુધવારે ૭૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી તેમના પ્રવક્તાએ આપી છે. જાણવા મળ્યું છે કે સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બિમાર હતા. નોબલ પુરસ્કારથી સન્માનિત હોકિંગની ગણતરી દુનિયાના મોટા અને મહાન ભૌતિક વૈજ્ઞાનિકોમાં થાય છે. તેમનો જન્મ ઇગ્લેન્ડના આઠ જાન્યુઆરી ૧૯૪૨માં ઓક્સફોર્ડમાં થયો હતો. હોકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમ છે. તેમણે પણ તેમના પિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની પાસે ૧૨ માનદ ડીગ્રીઓ છે. અને હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમને સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે.