મસ્કા-પિયાવા વાડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનની અકળ આત્મહત્યા

માતા – પિતા યજ્ઞમાં ગયા અને પુત્રે આડીમાં ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું

માંડવી : માંડવી તાલુકાના મસ્કા – પિયાવા વાડી વિસ્તારમાં ગઈકાલે ચોવીસ વર્ષિય યુવાને વાડીના મકાનમાં આડીમાં ગળેફાંસો ખઈ આયખું ટુંકાવ્યું હતું.
માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવી હોસ્પિટલના ડો. રવી મારડીયાએ જણાવ્યા અનુસાર તા. ૧૧-૧-ર૦૧૮ના ૧૭.૦૦ના ગાળા દરમ્યાન માંડવી તાલુકાના મસ્કા – પિયાવા વાડી વિસ્તારમાં રહેતા નીતિન ઉમિયાશંકર મોતાએ વાડીના મકાનની આડીમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા – પિતા યજ્ઞમાં જઈ પરત આવતા મકાનનો દરવાજો ન ખુલતા કાકાને બોલાવતા દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલ્લી જતા હતભાગી યુવાન આડીના દોરડામાં ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. માંડવી પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ પેથાભાઈ ચલાવી રહ્યાનું જાણવા મળ્યું હતું.