મસ્કાની એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં તમામ ઓપીડી રાબેતા મુજબ રાહદતરે શરૂ

ભુજ : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે સામાન્ય તથા મધ્યમ વર્ગને પરવડે તેવી આરોગ્યની તમામ સેવાઓ રાહત દરે પુનઃ શરૂ કરવામાં આવી છે. એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે સોમવારથી શનિવાર સુધી સવારે ૯થી ૧, સાંજે ૪થી ૭ ડો. મૃગેશભાઈ બારડ (મેડિકલ ઓફિસર) તાવ, ઝાડા, ઉલટી, ઉધરસ, શ્વાસ, ટીબી વિગેરે બીમારીની તપાસ તથા નિદાન કરી આપશે. ઈમરજન્સી સેવા ર૪ કલાક ચાલુ રહેશે. દર મહિનાના ત્રીજા શનિવારે સવારે ૧૦થી ૧ર ડો. મેહુલસિંહ ઝાલા (હરસ, મસા, ભગંદરના સુપર નિષ્ણાંત), દર મંગળવારે અને શુક્રવારના સાંજે ૪થી ૭ (આંખરોગના સર્જન) ડો. સત્યમભાઈ ગણાત્રા, દર રવિવારે સવારે ૧૦થી ૧ર (દંતરોગ નિષ્ણાંત) ડો. ભૂમિકાબેન બારોટ, જટીલ રોગો જેવા કે ચામડીના રોગ, પથરી, ગેસ, એસીડીટી, કબજીયાત વિગેરે રોગ માટે દર ડો. મનોજ માકાણી (હોમિયોપેથીક કન્સલ્ટન્ટ) સેવા આપશે. આ ઉપરાંત ડો. કૌશિક શાહ (જનરલ સર્જન) અને ડો. પરાગ મર્દાનિયા (જનરલ ફીઝીશીયન)ની સેવાઓ પણ ઈમરજન્સીમાં પ્રાપ્ત થશે. આ ઉપરાંત ર૪ કલાક ઈમરજન્સી સેવા, લેબોરેટરી, ડીઝીટલ એક્સ-રે, એમ્બ્યુલન્સ, આઈસીયુ વિભાગ, ભોજનશાળા વિગેરેની ઉપરોકત તમામ સેવાઓ રાહતદરે હોસ્પિટલ મધ્યે શરૂ કરવામાં આવે છે અને મોંઘી મેડિકલ સારવારથી રાહત મેળવવા માટે જરૂરતમંદ દર્દીઓએ હોસ્પિટલ મધ્યે ચાલતી મેડિકલ સેવાનો લાભ લેવા સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઈ છેડાએ અનુરોધ કર્યો હતો.