મરાઠા અનામત આંદોલનમાં જીવ આપનારને ૫૦ લાખ આપો

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા લોકોને ૧૬ ટકા અનામત આપવાની માગણી સાથે છેલ્લા ૧૦ દિવસથી મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ ઉગ્ર આંદોલન ચાલી રહ્યુ છે,જેમાં ૫ મરાઠા યુવાનોએ આત્મહત્યા કરી છે તે તમામના પરીવારને ૫૦-૫૦ લાખ આપવા મોરચાએ માંગણી કરી છે, આવી જ માગણી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનમાં
મૃત્યુ પામનારા યુવાનો માટે ‘પાસ‘ દ્વારા કરાઈ હતી.