મમાયમોરામાં પત્નીના વિયોગમાં પતિએ પણ કર્યો આપઘાત

ગઢશીશા પાસેના પંચગંગાજીથી દુજાપર વચ્ચે બાવળની ઝાડીમાં રસ્સી વડે આયખું ટુંકાવ્યું

 

ગઢશીશા : માંડવી તાલુકાના મમાયમોરા ગામના ૩૦ વર્ષિય યુવાને પત્નીનો વિયોગ સહન નહી થતા ગઈકાલ સાંજના સમયે ગઢશીશા પાસેના દુજાપરથી ગંગાજી તીર્થસ્થાન પાસે બાવળની ઝાડીમાં રસ્સી વડે ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું.
ગઢશીશા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જાણ કરનાર શિવજી વાલજી સંઘારે જણાવ્યા અનુસાર ગઈકાલ સાંજના ૪ઃ૦૦ વાગ્યા પહેલા ગમે તે સમયે મમાયમોરા ગામના ભરત ખીમજી સંઘાર (ઉ.વ.૩૦)વાળાએ રસ્સી વડે ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં મરણ જનારના ખિસ્સામાંથી મળેલ સુસાઈટ નોટમાં જણાવ્યા અનુસાર એકાદ માસ પૂર્વે તેની પત્ની દાઝી જતા મરણ ગયજેલ જેનો વિયોગ સહન ન થતા આયખું ટુંકાવ્યાનું જણાવ્યું હતું. ગઢશીશા પોલીસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની પોલીસ તપાસ સહાયક ફોજદાર શિવદીપસિંહ જાડેજા ચલાવી રહ્યાનું જાણવા મળ્યું હતું.