(જી.એન.એસ.)બેઇજિંગ,મધ્ય ચીનમાં શુક્રવારે એક માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ લાગવાના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ૧૬ લોકો તેમાં ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.હેનાના વિસ્તારમાં જેચેંગ કાઉંટીમાં શુક્રવારે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ક્યા કારણે આગ લાગી છે, તે હજૂ સ્પષ્ટ થઈ શક્યુ નથી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમામે શુક્રવારે જેચેંગ કાઉંટીમાં એક માર્શલ આર્ટ સેન્ટરમાં આગ લાગવાથી ૧૮ લોકોના મોત થઈ ગયા છે અને ૧૬ લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. બાદમાં આગ કાબૂમાં આવી ગઈ છે.