મધ્ય-ઉત્તર ગુજરાતમાં મેઘની મહેર : ગોધરામાં પાંચ ઈંચ વરસાદ

ગાંધીનગર : મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મન મુકીનુે વરસતા ૮૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવા પામ્યો છે. ગોધરામાં પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાવા પામ્યો છે.
રાજ્યપુર નિયંત્રણ કક્ષના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે સાત વાગ્યે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન થયેલ વરસાદનાં આંકડા મી.મી.માં આ પ્રમાણે છે. જેમાં ગોધરામાં ૧રર મી.મી., એટલે કે પાંચ ઈંચ, મોરવાહડફમાં ૧૧૩ મી.મી., બાલાશિનોરમાં ૧૦પ મી.મી., કપડવંજ, હાલોલ, શહેરામાં ૧૦૪ મી.મી., અને સંતરામપુરમાં ૯૯ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. આજે રર-૮-ર૦૧૮ના રોજ સવારના ૧૦ વાગ્યા સુધીમાં ધરમપુર તાલુકામાં ૯૬ મી.મી. જેટલો ભારે વરસાદ નોંધાવા પામ્યો છે. જ્યારે વધઈમાં ૯૪ મી.મી., કઠલાલમાં ૯૧ મી.મી., જાંબુઘોડામાં ૮૦ મી.મી., જેતપુર પાથીમાં ૭૩ મી.મી., ફતેપુરમાં ૭૦ અને ઉમરપાડામાં ૭પ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ઠાસરા ગરબાડા, ઝાલોદ, કવાંટ, મેઘરજ, સંજેલી, મહુવા, કાલોલ, છોટાઉદેપુર, વીરપુર, માંગરોળ, બાલપુર વ્યારા, ધનસુરા, લીમખેડા અને સીંગવડ મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય પર તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.