મધ્યાહૃન ભોજનમાં ભ્રષ્ટાચારના ધનેડાં….! : કચ્છવ્યાપી કેમ ન થાય ઝુંબેશરૂપ તપાસ..!

મામલતદાર કચેરીના મધ્યાહન ભોજનના તત્કાલીન નાયબ મામલતદાર જવાબદારોના પણ લેવા જાેઈએ કડક પુછાણા : આચાર્યની ખોટી સહીઓથી ખોટાં આંકડાઓ દર્શાવી દેવાયા તો ક્રોસ વેરીફીકેશનની કામગીરી કોણ કરતુ હતુ? કેમ આવા ઘોટાળાઓ ન આવ્યા ધ્યાને? :  ગુજરાત સરકાર સરકારી શાળાઓમાં બાળકોને શુદ્ધ પોષણયુકત ભોજન અપાવવા કરી રહી છે નીતનવા પ્રયાસો, જયારે સ્થાનિકે ભેજાબાજ ભ્રષ્ટાચારી તત્વો આવા સારા ઉદેશ્ય પર ફેરવી દે છે પાણી : રતનાલમાં સામે આવેલો કિસ્સો કહેવાય ર્વોનિગબેલ : જિલ્લાભરમાં ક્રોસ વેરીફીકેશન કરવુ જરૂરી

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયના સર્વાંગી વિકાસને માટે અનેકવિધ નીતનવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે તેવામાં સરકારી શાળાોામાં બાળકો ભણેે અને ડ્રોપ આઉટ રેશીયા નીચે આવે તે દીશામાં નવી નવી યોજનાઓ સતત અમલી બનાવી રહ્યા છે. આ પૈકીની જ એક એવી મધ્યાન ભોજન યોજના બાળકોને પોષણયુકત ખોરાક શાળામાં જ આપવાની દીશામાં અમલી બનાવાયેલ છે પરંતુ તાજેતરમાં જ કચ્છમાં આ યોજનાના સંચાલકે ભ્રષ્ટાચાર આચર્યાની સત્તાવાર ફરીયાદથવા પામી જતા હવે પ્રબુદ્વવર્ગ દ્વારા કહેવાય છે કે, આ યોજના કચ્છવ્યાપી વિસ્તરેલી છે. લખપતથી લઈ અને વાગડ સુધી ઠેર-ઠેર મધ્યાહન ભોજન યોજના સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી છે. રતનાલનો કિસ્સો લાલબત્તીરૂપ ઘણી અને આખાય પ્રકણની જીલ્લાવ્યાપી ક્રોસ વેરીફીકશેનની તવાઈ બોલાવી જાેઈએ તેવી માંગ પ્રબળતાથી ઉઠવા પામી રહી છે.

આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો કચ્છમાં તાજેતરમાં જ રતનાલ ગામમાં મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા ગોટાળા થયા-ગેરરીતી કરવામાં આવી તેની સત્તાવાર ફરિયાદ નોધાઈ છે. જે રીતે સંચાલકે ગેરરીતી આચરી છે તેમાં તે ખુબજ બેખોફ જ દેખાઈ રહ્યો છે. કારણ કે તેણે આર્ચાયની ખોટી સહીઓ કરી, વેબ પર ખોટી માહીતીઓ અપલોડ કરી દીધી. અહી જાેવાની વાત એ છે કે, મામલતદારશ્રીએ શુ ચકાસ્યું? તેઓએ વિદ્યાર્થીઓની ખોટી માહીતીઓ, આંકડાઓ દર્શાવી અને વધુ પૈસા મેળવી લીધા હોવાનુ સપાટી પર આવ્યુ છે.

સરકારની તિજાેરી પર જ આ સંચાલકે રીતસરની ધાડ પાડી દીધી છે. મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન વિભાગના જવાબદારોને કેમ આ પ્રકારની ગેરીરીતીનો અંદાજ જ ન આવ્યો? અને જાે આ રીતે રતનાલમાં થયેલા ગોટાળાની ખબર મામલતદાર કચેરીના જવાબારોને ન પડી શકી તો આવી જ રીતે અન્યત્ર પણ આવા મોટા આર્થિક કૌભાંડોને અંજામ નહી અપાતો હોય તેની શુ ખાત્રી? જિલ્લાકક્ષાએ આ બાબતે ગંભીરતાથી નોધ લેવાય અને કચ્છભરમાં ચાલતા આવા કેન્દ્રના આંકડાઓ ક્રોસ કરવામાં આવે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે. હકીકતમાં કેટલા બાળકો છે અને તેઓની સામે કેટકેટલુ અનાજ અને ચીજવસ્તુઓ લેવાઈ છે તેનુ ક્રોસ વેરીફીકશેન કરવુ ખુબજ અનિવાર્ય બની રહયુ છે.