મથડામાં ઘોરખોદિયાની હત્યા

વનખાતાની તપાસ અને પીએમ રીપોર્ટમાં થયો ખુલાસો : એમપીના આરોપીને ઝડપતું વનખાતું

અંજાર : તાલુકાના મથડા ગામે ગઈકાલે મથડા વાડી વિસ્તારમાં ઘાયલ અને મૃતહાલતમાં કચ્છમાં દુર્લભ એવો ઘોરખોદિયા પડ્યો હોવાની જાણ અંજાર વન વિભાગને થતાં અંજાર વિભાગના ફોરેસ્ટર સહિતના કર્મચારીઓએ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.
બનાવના પગલે કચ્છ વન વિભાગના અધિકારી પ્રવીણસિંહ વિહોલે બનાવની તટસ્થ તપાસ માટેના ગઈકાલે આદેશ કરતાં અંજાર વન વિભાગના અધિકારીશ્રી વાઘેલા સહિતની ટીમ વિભાગના અધિકારીશ્રી વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે ધસી જઈ જંગલ વિસ્તારમાં તપાસ કરતાં મૃતહાલતમાં ઘુરનાર મળી આવતાં પ્રાથમિક તપાસમાં ઘુરનારની હત્યા કરનાર આરોપીની અટક કરી લઈ ઘુરનારના મૃતદેહ માટે ઘટના સ્થળે તબીબ ટીમ બોલાવાઈ હોવાની માહિતી વન અધિકારી શ્રી વાઘેલાએ અપાતાં બનાવની તલસ્પર્શી તપાસના અંતે અને પીએમ રીપોર્ટના આધારે ગુરનારની હત્યા થયાનું બહાર આવ્યું હતું. જેમાં હત્યા કરનાર મુળ એમપીના આરોપીને ઝડપી લેવાયો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં દુલર્ભ એવું આ ઘુરનાર (ઘોરખોદીયુ) માણસનો શિકારી પ્રાણી છે. મોટાભાગે સ્મશાનમાં દટાયેલ માનવલાશનો આ પ્રાણી શિકાર કરે છે.